Gujarat

વડોદરામાં હાઈવે નજીક ખુલ્લા ખેતરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર દારૂ

By GS TEAM
24 Sep 20251 min read
TukuTouch Logo
દારૂ-બિયરના ટીન 1560 મળી કુલ રૂ.3.87 લાખનો મુદ્દામાલ જપ્ત

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં હાઈવે નજીક ખુલ્લા ખેતરમાંથી દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ ફરાર   દારૂ

Vadodara Liquor Case : વડોદરા એલસીબી ઝોન 3ની ટીમે હાઈવે નજીક ખુલ્લા ખેતરમાં રાખેલ વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ અંગે કપુરાઈ પોલીસે રૂ.3.87 લાખ ઉપરાંતનો દારૂ-બિયરનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેર એલસીબી ઝોન 3ની ટીમને ગઈકાલે સાંજના સમયે માહિતી સાંપડી હતી કે, ભાલીયાપુરા ગામના પ્રવીણ ઉર્ફે અનિલ ઠાકરડાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી તરસાલીથી જાંબુવા તરફના માર્ગ ઉપર નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ આશાપુરા મોટર બોડી વર્કસ ગેરેજની પાછળ ખુલ્લી જગ્યામાં રાખ્યો છે અને પ્રવીણ હાલ ત્યાં હાજર છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી પ્રવીણને ઝડપી પાડી સ્થળ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનનો ધનરાજ આપી ગયેલ હોય શૈલેષ નાયક તથા રભીપુરાના સંજય પાટણવાડીયાને વેચાણ કરવા માટે આપવાનો હતો તેવી પ્રવીણે કબુલાત કરી હતી. પોલીસે દરોડા દરમ્યાન દારૂ-બિયરના ટીન 1560 મળી કુલ રૂ.3,87,912નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર તથા મંગાવનાર સહિત ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા હતા.