Gujarat

વડોદરાના મકરપુરામાં નશાનો કારોબાર : ગાંજા સાથે એકની ધરપકડ

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
પોલીસે કુલ 5,395 નો મુદ્દામાલ કબજે કરી રવિની વધુ પૂછપરછ હાથ ધરી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના મકરપુરામાં નશાનો કારોબાર : ગાંજા સાથે એકની ધરપકડ

Vadodara Ganja Smuggling : વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ચાર માતા મંદિર પાસે માળી મહોલ્લામાં રહેતો રવિ ઉર્ફે કુચો રાજુભાઈ માળી નશાકારક પદાર્થોનું વેચાણ કરે છે તેવી માહિતીના આધારે મકરપુરા પોલીસે તેના ઘેર દરોડો પાડી તપાસ કરતા 85.90 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે કુલ 5,395 નો મુદ્દામાલ કબજે કરી રવિની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે વર્ષ 2021માં પણ રવિની સામે નશાકારક પદાર્થોનું સંગ્રહ અને વેચાણ કરવા અંગેનો એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.