ભરૂચના જ્યોતિ નગર પાસેથી દારૂનો જથ્થો ભરેલા થેલા સાથે એક ઝડપાયો, એક ફરાર
Bharuch Liquor Case : ભરૂચ સીટી સી ડિવિઝન પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, ઝાડેશ્વર ચોકડીથી જ્યોતિનગર તરફ એક શખ્સ કાળા કલરની બેગમાં વિદેશી દારૂ વેચાણ અર્થે જઈ રહ્યો છે. જેના આધારે આઈનોક્સ પાસેથી પોલીસે અજીતસિંહ રામમૂર્તિ રાજપુત (રહે-શાંતાનગર પાંડેસરા, સુરત/મૂળ રહે-છત્તીસગઢ)ને રોકી તેની પાસેની બેગની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની રૂ.8670ની કિંમત ધરાવતી 102 બોટલ કબજે કરી આરોપીની પ્રોહીબિશનના ગુનામાં અટકાયત કરી દારૂનો જથ્થો મંગાવનાર પ્રતિક કાયસ્થ (રહે-ભરૂચ)ને ફરાર જાહેર કર્યો હતો.