Get The App

બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ

Updated: Sep 15th, 2025

GS TEAM

Google News
Google News
બાવળામાં નશાકારક કફ સીરપની 273 બોટલ સાથે એકની ધરપકડ 1 - image


- આરોપી અગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો

- એસઓજી પોલીસે બસ સ્ટેન્ડ નજીક કફ સીરપની બોટલ, કાર, મોબાઇલ સહિત રૂ. 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

બગોદરા : બાવળામાં એસઓજી પોલીસે બસ સ્ટેન્ડ નજીક નશાકારક કફ સીરપની ૨૭૩ બોટલ સાથે એકની ધરપકડ કરી છે. પોલીસે કફ સીરપની બોટલ, કાર, મોબાઇલ સહિત રૂ.૫.૫૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ગુનો નોંધ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ (એસઓજી)ના પોલીસને બાતમી મળી હતી કે એક વાહનમાં ગેરકાયદે વસ્તુઓનો વેપાર થઈ રહ્યો છે. આ માહિતીના આધારે, પોલીસે બાવળા બસ સ્ટેન્ડ પાસેના ફાટક નજીકથી એક ગાડીને અટકાવી તપાસ કરતા કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલ અધિકારીની હાજરીમાં આ બોટલોની ચકાસણી કરવામાં આવતા નશાકારક કફ સિરપ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ૨૭૩ નશાકારક કફ સિરપ બોટલ (કિ.રૂ.૪૮,૩૨૧) બે મોબાઈલ કિં.રૂ. ૧૦,૦૦૦ રોકડ રૂ.૧,૨૫૦, કાર કિં.રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૫૯,૫૭૧નો મુદ્દામાલ સાથે ઈરફાનશા રમજુશા ફકીર (રહે. મેણીગામ, પરામા, તા. બાવળા, જિ.અમદાવાદ)ની ધરપકડ કરી એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૧(સી), અને ૨૯ હેઠળ બાવળા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી સામે અગાઉ પણ નળસરોવર પોલીસ સ્ટેશનમાં તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે.  


Tags :