વીજળીના કડાકા ભડાકા સાથે વડોદરા શહેરમાં દોઢ ઇંચ વરસાદ: શીનોર તાલુકો કોરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Rain Update : વડોદરા શહેરમાં ગઈ મોડી રાત્રે વીજળીના તડાકા ભડાકા સાથે 1.5 ઇંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ સાથે શહેરમાં સીઝનનો કુલ વરસાદ પોણા પાંચ ઇંચ જેવો નોંધાયો છે. જ્યારે જિલ્લામાં સિનોર તાલુકો કોરો કટ રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં ગઈ મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સતત બે કલાક સુધી પડેલો વરસાદ 1.5 જેટલો નોંધાયો હતો. જ્યારે સાવલીમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો હતો જોકે વાઘોડિયામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પરંતુ ડભોઇમાં અડધા ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો જોકે પાદરામાં પોણો ઈંચ અને કરજણમાં એક ઇંચ જ્યારે ડેસરમાં પા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સાથે સીઝનનો સૌથી વધુ વરસાદ 1 ઇંચ જેટલો નોંધાયો હતો જ્યારે કરજણમાં 5.5 ઇંચ જેટલો અને સાવલીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે વાઘોડિયામાં સાડા ચાર ઇંચ અને સિનોર, ડેસરમાં અનુક્રમે બે ઇંચથી વધુ અને દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.








