Get The App

રાજકોટમાં પોણો કલાકમાં દોઢ ઈંચ વરસાદ, માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં પોણો કલાકમાં દોઢ ઈંચ વરસાદ, માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા 1 - image


Rajkot Rain News: રાજકોટમાં બુધવારે રાજ્યનું સૌથી વધારે તાપમાન 41.4 સે. નોંધાવા સાથે અસહ્ય તાપ વરસ્યો હતો પરંતુ, સાંજે અચાનક હવામાન પલટાયું હતું,પૂર્વ ચેતવણી વગર આકાશમાં વાદળો ધસી આવ્યા અને એકત્ર થયા અને આશરે પોણો કલાકમાં દોઢ ઈંચ વરસાદ આ મહાનગરમાં વરસી પડયો હતો. જળનિકાલની વ્યવસ્થાના અભાવે માર્ગો પર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

આશ્ચર્યની વાત એ છે કે રાજકોટમાં આજે બપોરે અઢી વાગ્યે ભેજનું પ્રમાણ 33 ટકા અને સાંજે 5-30 વાગ્યે માત્ર 29 ટકા નોંધાયું છે, એટલે કે સુકુ અને ગરમ હવામાન હતું. છતાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ફાયરબ્રિગેડ અનુસાર સેન્ટ્રલ ઝોન ઢેબરરોડ પર 27 મિ.મિ., વેસ્ટ ઝોનમાં નિર્મલા રોડ પર  39 મિ.મિ. અને પૂર્વ ઝોનમાં 26 મિ.મિ.વરસાદ નોંધાયો છે. 

રાજકોટમાં કેટલાક માર્ગો તો બે કાંઠે વહેવા લાગ્યા હતા. વરસાદી પાણીના નિકાલના કામો માટે અને રસ્તાકામો માટે કરોડો રૂ।.નું આંધણ મહાપાલિકા દ્વારા કરાય છે પરંતુ, તેમ છતાં રસ્તા લેવલ વગરના રહે છે અને સામાન્ય વરસાદે પાણી એટલું ભરાય છે કે રાહદારીઓ તેમજ વાહનચાલકોએ પસાર થવું પણ મૂશ્કેલ બની જાય છે. 

સૌરાષ્ટ્રમાં નૈઋત્યનું ચોમાસુ સૌરાષ્ટ્રમાં આવવાને એકાદ મહિનાની વાર છે ત્યારે કમોસમી ચોમાસુ અવિરત વરસી રહ્યું છે. રાજકોટ ઉપરાંત સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોણો ઈંચ, લોધિકા તેમજ જુનાગઢના વિસાવદરમાં આશરે અડધો ઈંચ સુધી પાણી વરસી ગયું હતું. વરસાદની સાથે તીવ્ર પવન ફૂંકાયો હતો. 


Tags :