આજે સવારથી ઉકળાટ, બફારા વચ્ચે વાદળીયું વાતાવરણ: વડોદરામાં 24 કલાકમાં દોઢ ઈંચ વરસાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરમાં દિવસભર વાદળા ઘેરાયેલા રહેતા છેલ્લા 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સૌથી ઓછું પાણી બે મીમી ડેસરમાં પડ્યું છે. આ સાથે ડભોઇ તાલુકામાં સીઝનનો સૌથી વધુ 11 ઇંચ અને સૌથી ઓછું ડેસરમાં માત્ર બે ઇંચ પાણી પડ્યું છે. જોકે આજે પણ સવારથી વાદળીયું વાતાવરણ શહેરમાં રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર-જિલ્લામાં ચોમાસુ ધીમું પરંતુ મક્કમ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે જિલ્લાના સાવલી તાલુકામાં અડધો ઇંચ (118), વડોદરામાં દોઢ ઇંચ (167), વાઘોડિયામાં અડધા ઇંચ થી પણ ઓછું (113) પાણી પડ્યું છે. જ્યારે ડભોઇમાં એક ઇચથી વધુ (276), પાદરામાં પોણા ઇંચ (150), કરજણમાં અડધા ઇંચથી વધુ (176), સિનોરમાં બે ઇંચ જેટલું (135) પાણી પડ્યું છે. જ્યારે ડેસરમાં માત્ર રોડ રસ્તા ભીના થાય એટલો વરસાદ પડ્યો છે (51). કૌસમાં જણાવેલા આંકડા સીઝનના કુલ વરસાદના છે.








