Get The App

દોઢ કરોડની કોડીન કફ સીરપની બોટલ કબ્જે, ત્રણેકની અટકાયત

Updated: Mar 4th, 2024

GS TEAM


Google News
Google News
દોઢ કરોડની કોડીન કફ સીરપની બોટલ કબ્જે, ત્રણેકની અટકાયત 1 - image


મોરબીના રંગપર ગામે કારખાનાનાં ગોડાઉનમાં LCBનો દરોડો : ઝારખંડથી આવ્યાનું ખુલ્યું, મંગાવનાર તરીકે જેતપરના રવિ કંડીયાનું નામ ખુલતા તપાસ આગળ ધપાવાઈ

મોરબી, : ઉદ્યોગનગરી મોરબી હવે નશાનું હબ બની ગઈ હોય તેમ રંગપર ગામ નજીક આવેલા આર ટાઈલ નામના કારખાનાનાં ગોડાઉનમાંથી અંદાજે દોઢ કરોડ રૂપિયાની કિંમતની કોડીન કફ સીરપની  બોટલનો જથ્થો મળી આવ્યો છે. આ અંગે એલસીબીએ રવિવારે સાંજે રેઈડ કરી હતી. આમ છતાં સોમવાર સાંજ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર નહીં કરતાં અનેક શંકાઓ ઉપસ્થિત થઈ છે. 

મળેલી બાતમીના આધારે એલસીબીએ આર ટાઈલ નામના કારખાનાનાં ગોડાઉનમાં રેઈડ કરતાં ત્યાંથી 90,00 કોડીન કફ સીરપની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પરથી એલસીબીએ ગોડાઉનના સંચાલક મનીષ પટેલ, ટ્રકના ડ્રાઈવર અને કલીનરને સકંજામાં લીધા હતા. 

એલસીબીની પ્રાથમિક તપાસમાં  સીરપ મંગાવનાર તરીકે જેતપરના રવિ કંડીયાનું નામ ખુલ્યું છે. એટલું જ નહીં ઝારખંડથી જથ્થો આવ્યાનું પણ ખુલ્યું છે.  આ અગાઉ મોરબીના ઝીંઝુડામાંથી 350 કરોડનું ડ્રગ્સ ત્યારબાદ રફાળેશ્વર પાસેથી નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઈ હતી. હવે કોડીન કફ સીરપનો જથ્થો પકડાયો છે.  ઉલ્લેખનીય છે કે કોડીન કફ સીરપ ડોકટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચી શકાતી નથી. આમ છતાં નશાખોરો નશો કરવા માટે તેનો ઉપયોગ કરતાં હોવાથી કમાઈ લેવા માટે ગેરકાયદે રીતે તેનું ઠેર-ઠેર વેચાણ થાય છે. છાશવારે પોલીસ કોડીન કફ સીરપનો જથ્થો ઝડપી લેતી હોય છે. પરંતુ અસરકાર કાર્યવાહીના અભાવે તેનો વેપલો બંધ થયો નથી. તાજેતરમાં જ રાજકોટ જીલ્લામાંથી પણ કોડીન કફ સીરપનો મોટો જથ્થો પકડાયો હતો. 

Tags :