Get The App

મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો

આજુબાજુના લોકો ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયા

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
મોડીરાતે તુલસીવાડીમાં   શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો 1 - image

 વડોદરા,તુલસીવાડી વિસ્તારમાં મોડીરાતે નજીવી બાબતે તકરાર થતા યુવક પર  હુમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા. જે અંગે કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

તુલસીવાડી ભાથુજી મંદિર  પાસે  રહેતા તુષાર નરેશભાઇ રાવલે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા દશ વાગ્યે હું તથા મારો પિતરાઇ ભાઇ જયેશ અને મેહુલ તુલસીવાડી ભાથુજી મંદિર પાસે ઊભા હતા. બે દિવસ પહેલા અમારા ફળિયામાં રહેતા હર્ષદ ડાહ્યાભાઇ ચુડાસમાનું હાર્ટ એટેકથી મોત થયું હોઇ તેઓને શ્રદ્ધાજંલિ આપતું બેનર લગાવવાની અમે ચર્ચા કરતા હતા. તે દરમિયાન મંદિરની સામેની ગલીમાં રહેતો સચીન સુરેશભાઇ સોલંકી, તરૃણ તથા તેના બે મિત્રો અમારી  પાસે આવીને કહેવા લાગ્યા હતા કે, કોણ દાદાગીરી કરે છે, કોણ મારવાનું કહે છે ?તેઓએ અમારી  પાસે આવીને ગાળો બોલી મારામારી કરવા લાગ્યા હતા. આજુબાજુના લોકો દોડી આવતા તેઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.