Gujarat

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો

By GS TEAM
10 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના નાની ભગેડી ગામે યુવક પર હુમલો : લાકડાના ધોકાથી ઇજા, ત્રણ સામે ગુનો નોંધાયો

Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે એક યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ તા.09-04-2026ના રોજ સવારે આશરે 7:30 વાગ્યાના સમયે નાની ભગેડી ગામની પ્રાથમિક શાળા પાસે રોડ ઉપર આવબનાવ બન્યો હતો. ફરિયાદી વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ. 38, રહે. દાવલી ગામ) પોતાની દીકરીને શાળાએ મૂકવા ગયા હતા ત્યારે આરોપીઓ સાથે બોલાચાલી થઈ હતી, જે દરમ્યાન આરોપી સુરેશભાઈ વાલાભાઈ મકવાણા તથા હંસાબેન સુરેશભાઈ મકવાણા દ્વારા ફરિયાદીને ગાળો આપી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી સુરેશભાઈએ લાકડાના ધોકાથી માથા, હાથ અને પગના ભાગે ઘા મારી ઈજા પહોંચાડતા ફરિયાદીના માથામાંથી લોહી નીકળ્યું હતું તેમજ પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી.

પછી આરોપી નાનજીભાઈ દેવશીભાઈ મકવાણા પણ ઘટનાસ્થળે આવી જોડાયા હતા, અને ત્રણેય આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.ની કલમો 115(2), 118(1), 117(2), 352, 351(2), 351(3), 54 તેમજ જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.