Get The App

આજવા રોડ પર યુવતીને હેરાન કરતા યુવકનો હુમલો

લોખંડનો સળિયો માથામાં મારી દીધો : પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
આજવા રોડ પર યુવતીને  હેરાન કરતા યુવકનો હુમલો 1 - image

,આજવા રોડ પર યુવતીને હેરાન કરતા યુવકે લોખંડના સળિયાથી  હુમલો કરતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ પંચમ ચાર રસ્તા પાસે શ્રી  હરિ ટાઉનશિપમાં રહેતો હર્ષ કૃષ્ણકુમાર રાઠોડ ધો.૧૨ માં અભ્યાસ કરે છે. તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે હું મારા ઘરેથી ટયુશનમાં સવારે સાડા આઠ વાગ્યે ગયો હતો. મારા મિત્રે મને જણાવ્યું હતું  કે, મારી બહેનને તેની સાથે ભણતો વિદ્યાર્થી હેરાન કરે છે. ટયુશન  પૂરૃં થતા મેં મારા મિત્રના મોબાઇલથી હેરાન કરતા છોકરાને કોલ કરી મળવા બોલાવ્યો હતો. પરંતુ, તેણે આપવાની ના પાડી હતી. બપોરે તે છોકરાએ કોલ  કરીને કમલા નગર તળાવ પાસે મળવા બોલાવતા અમે ત્યાં ગયા હતા. તે છોકરાએ ઉશ્કેરાઇને મારા પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી હતી. તેણે લોખંડના સળિયા વડે મને માથામાં ઇજા પહોંચાડી હતી. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઇ જતા હુમલાખોરો ભાગી ગયા હતા.