Get The App

જામનગરના ધ્રોલના લતીપર ગામ નજીક હોટલ પાસે યુવાન ઉપર હુમલો : ચાર સામે પોલીસ ફરિયાદ

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના ધ્રોલના લતીપર ગામ નજીક હોટલ પાસે યુવાન ઉપર હુમલો : ચાર સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : ધ્રોલ તાલુકાના લતીપર ગામ પાસે આવેલી એક હોટલ પાસે.બે દિવસ પહેલ રાત્રે પીકઅપ વાનમાં આવેલા ચાર શખ્સે પથ્થરમારો કરી ફ્રીઝના કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો અને ત્યાં ચા પીવા આવેલા એક યુવાનને માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જુની માથાકૂટના કારણે હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા સાગરભાઈ રાણાભાઈ કેશુર નામના યુવાન સોમવારની રાત્રે એકાદ વાગ્યે લતીપર પાસે આવેલી સદાશિવ હોટલમાં ચા પીવા ગયા હતા. આ સમયે ત્યાં બોલેરો પીકઅપવાન આવી હતી. તે વાહનમાંથી મૂળ લતીપરના અને હાલમાં મોરબીમાં રહેતા અજય ચાવડા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સ ઉતર્યા હતા. અગાઉ રાહુલ નામના વ્યક્તિ સાથે કોઈ બાબતે અજય ચાવડાને ઝઘડો થયો હતો. તે દરમિયાન સોમવારની રાત્રે અજય તથા તેના ત્રણ સાગરિત આવી ચઢતા અને રાહુલ સાથે બોલાચાલી કરવા લાગતા રાહુલ હોટલમાં ચાલ્યો ગયો હતો. તે પછી આ શખ્સોએ હોટલ પર પથ્થરમારો કરી ફ્રીઝનો કાચ તોડી નાખ્યો હતો અને ત્યાં ચા પીને બેસેલા સાગરને રાહુલ સાથે કનેક્શન છે. તેમ માનીને એક અજાણ્યા શખ્સે ધારદાર હથિયારથી હુમલો કરી માર મારતા ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા સાગરભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ અજય સહિતના ચાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.