Get The App

લાલપુર નજીક જોગરા ગામની સીમ વિસ્તારમાં એક મહિલા પર જૂની અદાવતના કારણે હુમલો: જેઠ અને તેના પુત્ર સામે ફરિયાદ

Updated: Dec 25th, 2024

GS TEAM

Google News
Google News
લાલપુર નજીક જોગરા ગામની સીમ વિસ્તારમાં એક મહિલા પર જૂની અદાવતના કારણે હુમલો: જેઠ અને તેના પુત્ર સામે ફરિયાદ 1 - image

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગરા ગામની સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી અમરીબેન કરસનભાઈ પિંડારિયા નામની ૩૮ વર્ષની પરણીત મહિલાએ પોતાના ઉપર હુમલો કરી હાથ ભાંગી નાખવા અંગે પોતાના જેઠ ધરણાંત વીરાભાઈ પિંડારિયા અને તેના પુત્ર શ્યામભાઈ પિંડારિયા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે જૂનું મનદુઃખ ચાલતું હોવાથી ઉપરાંત પશુને ચરાવવા અંગેની તકરાર કરીને આ હુમલો કરાયો હોવાનું લાલપુર પોલીસમાં જાહેર થયું છે.