Get The App

શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ

માનસિક અસ્વસ્થ મહિલા ગર્ભવતી થતા દુષ્કૃત્ય બહાર આવ્યું ઃ ૫૫ વર્ષના આધેડની ધરપકડ

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ 1 - image

વડોદરા, તા.9 કરજણ નવાબજાર વિસ્તારના શાકમાર્કેટમાં શાકભાજી લેવા માટે જતી એક મહિલાને વાતોમાં ફોસલાવી વેપારીને ત્યાં કામ કરતો ૫૫ વર્ષનો એક વિધમી ઓરડીમાં લઇ જઇ બે માસ સુધી દુષ્કર્મ આચરતા આધેડ વિધર્મીની પોલીસે ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જલારામનગરમાં સંતોષનગર ખાતે રહેતો શરીફ ઇબ્રાહિમ પટેલ શાકમાર્કેટમાં એક વેપારીને ત્યાં નોકરી કરે છે. શાકભાજીની દુકાનમાં આશરે ૩૫ વર્ષની એક મહિલા શાકભાજી લેવા માટે આવે ત્યારે શરીફ પટેલ મહિલાને પોતાની વાતમાં ફોસલાવતો હતો. આ મહિલા થોડી માનસિક અસ્વસ્થ હતી જેથી તેનું લગ્ન પણ થયું ન હતું તેનો લાભ ઉઠાવી આધેડ શરીફ પટેલ મહિલાને શાકમાર્કેટ પાછળની એક ઓરડીમાં લઇ જતો હતો અને તેના પર દુષ્કર્મ ગુજારતો હતો.

બે મહિના સુધી વારંવાર દુષ્કર્મ ગુજારતા મહિલા ગર્ભવતી થઇ હતી અને તેનું મેડિકલ ચેકઅપ કરાવતા તેને બે માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન શાકભાજીના વેપારીને ત્યાં કામ કરતા શરીફનું નામ ખુલતા આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી જેના આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ૫૫ વર્ષનો શરીફ પરિણીત અને બે સંતાનોનો પિતા છે.