જામનગર જિલ્લાના ધ્રોળમાં નંદનવન સોસાયટીમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા ફૈઝલ સલીમભાઈ ગંડીયા નામના વેપારીએ પોતાના ઉપર તેમજ પોતાના પિતા સલીમભાઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ધ્રોલમાં જ રહેતા આફરીદ ઉર્ફે ભાઈજી જીગરભાઈ પોપટપુત્રા, આફતાબ ઉર્ફે ડાડો, નવાજ રાવ, અને મુસ્તુફા અબુભાઈ દલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી પોતાની દુકાને હતા, જે દરમિયાન આફરીદ તેના ઘરે પહોંચ્યો હતો, અને ઘરનો દરવાજો ખખડાવતો હતો. પરંતુ વેપારીની પત્નીએ ખોલ્યો ન હતો, અને પતિ વગરેને બોલાવી લીધા હતા.
જેથી પરિવારના તમામ સભ્યોએ મળીને આફરિદને તું અમારા ઘરે શું કામ આવ્યો છે, તે બાબતે પૂછવા જતાં ઉસકેરાઈ ગયો હતો, અને પોતાના સાગરીતોની મદદથી વેપારી પિતા પુત્ર પર હુમલો કરી દીધો હતો. ધ્રોલ પોલીસ ચારેય આરોપીઓને શોધી રહી છે.


