Gujarat

જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિયારો વડે હુમલો કરાતાં દોડધામ

By GS TEAM
24 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપના પૂર્વ અગ્રણી હોદ્દેદાર સ્વ. મહિપતસિંહ પરમારના બે પુત્ર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર તેમજ અમરદીપસિંહ મહિપતસિંહ પરમાર, કે જે ઓ આજે સવારે 11:00 વાગ્યા આસપાસ શાકમાર્કેટ વિસ્તારમાં પોતાના વાહનમાં બેસીને ગયા હતા, અને ત્યાંથી પરત આવવા માટે નીકળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિયારો વડે હુમલો કરાતાં   દોડધામ

જામનગરમાં પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપના પૂર્વ અગ્રણી હોદ્દેદાર સ્વ. મહિપતસિંહ પરમારના બે પુત્ર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર તેમજ અમરદીપસિંહ મહિપતસિંહ પરમાર, કે જે ઓ આજે સવારે 11:00 વાગ્યા આસપાસ શાકમાર્કેટ વિસ્તારમાં પોતાના વાહનમાં બેસીને ગયા હતા, અને ત્યાંથી પરત આવવા માટે નીકળ્યા હતા.

જે દરમિયાન વાહન ખસેડવા બાબતે સ્થાનિક ત્રણથી ચાર શખ્સો સાથે બોલાચાલી થઈ હતી, અને વાતાવરણ ઊગ્ર બની ગયું હતું, દરમિયાન તમામ શખ્સોએ ઉશ્કેરાટમાં આવી જઈ બંને ભાઈઓ પર તિક્ષણ ધારદાર હથિયારના ઘા મારીને ઇજાગ્રસ્ત બનાવી દેતાં બંને ભાઈઓને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવાઇ રહી છે.