Gujarat

વાઘોડિયામાં પરિણીતાને હેરાન કરવા મુદ્દે બે ભાઇઓનો હુમલો

By GS TEAM
13 Nov 20251 min read
વાઘોડિયામાં પરિણીતાને હેરાન કરવા મુદ્દે બે ભાઇઓનો હુમલો

વડોદરા, તા.13 પરિણીતાને મિત્રતા માટેના મેસેજ કરી હેરાન કરવા મુદ્દે વાઘોડિયામાં બે પરિવાર વચ્ચે ઉગ્ર મારામારી થઇ હતી.

વાઘોડિયાની પરિણીતાએ રાકેશ સતીશ ચૌહાણ અને તેના ભાઇ દિપક (બંને રહે.સ્નેહલપાર્ક, બજાર સમિતિ પાસે, વાઘોડિયા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૬ જૂન ૨૦૨૧થી રાકેશ ચૌહાણ  અલગ અલગ મોબાઇલ નંબરો પરથી મિત્રતા કરવાના ઇરાદાથી મેસેજો કરે છે તેમજ મારો પીછો કરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. તા.૧૧ના રોજ પણ તેણે નવા નંબર પરથી મેસેજ કરી હેરાન કરતા મેં મારા પતિને જાણ કરી હતી. જેથી પતિએ મેસેજ કરનારને ઓળખી કાઢ્યો  હતો અને વાઘોડિયામાં નાનીભાગોળ પાસે રાકેશને રોકતા રાકેશે તેના ભાઇ દિપકને પણ બોલાવ્યો હતો. બાદમાં બંનેએ ભેગા થઇને મારા પતિ અને જેઠ પર હુમલો કરી માર માર્યો હતો.

સામા પક્ષે દિપક ચૌહાણે ચાર શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેયે મને જીઇબી ઓફિસ સામે રોડ પર રોકી ઝઘડો કરી મારા હાથમાંથી મોબાઇલ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો અને મને તેમજ મારા ભાઇ રાકેશને માર માર્યો હતો.