મુંગા, અબોલ પશુઓની દુર્દશા
પેટ્રોલ પંપ નજીક અજાણ્યા વાહને ટક્કર મારતા પશુ રોડ પર લાંબા અંતર સુધી ઘસડાયું, ગંભીર ઈજાઓ પહોંચી
પ્રાપ્ત માહિતી અનુસાર, નખત્રાણા ની ભાગોળે આવેલ એક પેટ્રોલ પંપ નજીક કોઈ અજાણ્યા વાહને એક મહાકાય ગૌવંશને જોરદાર ટક્કરમારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, પશુ રોડ પર લાંબા અંતર સુધી ઘસડાયું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.પસાર થતા એક રાહદારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી.
ઘાયલ ગૌવંશની સારવાર માટેની ટહેલ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતાં જ સ્થાનિક ગૌપ્રેમીઓ સક્રિય થયા હતા.
તેમણે માનવતાની ફરજ નિભાવીને તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઘાયલ પશુ ની પ્રાથમિક સારવાર શરૂ કરી અને તેને જરૂરી તબીબી સહાય પૂરી પાડી હતી.
જો કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ જીવોની સ્થિતિ ચિંતાજનક બની છે. વાહન અકસ્મતાતો ઉપરાંત, હાલમાં મુંગા પશુઓ અને ગૌવંશને ઘાતક અને તીક્ષ્ણ હથિયારોથી ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રકારના કૃત્યો પશુ કલ્યાણના કાયદાઓ અને માનવતા બંનેનું ઘોર ઉલ્લંઘન છે.
સ્થાનિક ગૌપ્રેમીઓએ માંગ કરી છે કે,રખડતા પશુઓની સુરક્ષા સુનિશ્ચિંત કરવામાં આવે અને નિર્દોષ પશુઓને ઈજા પહોંચાડનાર અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવે.


