Get The App

જેસડામાં સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
જેસડામાં સોલાર પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર હુમલો 1 - image

પશુ ચરાવવાના વિવાદમાં મારામારી

આરોપીઓએ જાતિ અપમાનિત કરી ધમકી આપી, ચાર શખ્સ સામે ફરિયાદ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રાના જેસડા ગામે આવેલા સોલાર પાવર કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ પર પશુ ચરાવવા મુદ્દે ચાર શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ હુમલો કરી જાતિ અપમાનિત કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે સોલાર પાવર કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ હાદકભાઈ પરમારે પ્રતિબંધિત વિસ્તારમાં અવારનવાર પશુઓ ચરાવવા આવતા પશુપાલકોને અટકાવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી હાદકભાઈ અને તેમના ભાઈને રસ્તામાં આંતરી ઉપેન્દ્રભાઈ નવઘણભાઈ બાંભા, સંજયભાઈ જીલાભાઈ બાંભા, આનંદભાઈ કિલાભાઈ બાંભા અને મહેશભાઈ કાળુભાઈ ગરીયાએ લાકડી વડે હુમલો કરી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.