વડોદરા,સાવલી રોડ પર બાઇકચાલક વૃદ્ધને ટ્રકચાલકે કચડી નાખતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.જે અંગે મંજુસર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સણાદરા ગામે મુખી ફળિયામાં રહેતા ૭૫ વર્ષના વલ્લવભાઇ સોમાભાઇ પટેલ ઘરેથી બાઇક લઇને વડોદરામાં હોસ્પિટલમાં દાખલ સંબંધીની ખબર જોવા ગયા હતા. સંબંધીની ખબર જોઇને તેઓ સાવલીમાં રહેતી દીકરીના ઘરે જવા નીકળ્યા હતા. સાવલી રોડ ગણપતપુરા ગામના પાટિયા પાસે પેટ્રોપ પંપ પર પેટ્રોલ પુરાવીને તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે સમયે એક ટ્રક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. ટ્રકના પૈંડા તેમના પર ફરી વળતા તેઓનો ચહેરો ચગદાઇ ગયો હતો. ગંભીર ઇજા થતા તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.


