Get The App

VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: ભુજમાં વિદ્યાર્થિની અને યુવક પર છરીથી હુમલો, સંસ્કાર કોલેજના ગેટ બહાર બની ઘટના 1 - image


Bhuj News : ભુજમાં આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હુમલાની ઘટના કોલેજ સંકુલ બહાર ગેટ પાસે બની હતી. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. 

કોલેજના સંચાલકે શું કહ્યું?

ભુજની સંસ્કાર સ્કુલ એન્ડ કોલેજના ગેટ બહાર આજે ગુરુવારે (28 ઓગસ્ટ) વિદ્યાર્થિની અને એક યુવક પર છરી વડે હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોલેજના સંચાલકે જણાવ્યું હતું કે, 'કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની આજે સાંજે શિક્ષણકાર્ય પૂરું થતાં કોલેજમાંથી નીકળીને હોસ્ટેલ તરફ જઈ રહી હતી. જ્યાં કોલેજના ગેટ પાસે વિદ્યાર્થિની પહોંચી ત્યારે અંજાર બાજુના રહેવાસી બે યુવકો ત્યાં આવ્યા હતા.'

કોલેજના સંચાલકે વધુમાં જણાવ્યું કે, 'આ બંને યુવકો વિદ્યાર્થિનીને મળવા આવ્યા હતા અને ત્રણેય અંદરોઅંદર વાતચીત કરતાં હતા, તેવામાં એક યુવકે વિદ્યાર્થિની અને સાથે રહેલા અન્ય એક યુવક પર છરી વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.'

આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

સમગ્ર ઘટના પગલે વિદ્યાર્થિનીના ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના ભાગે ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી મળી આવેલા ઈજાગ્રસ્ત યુવકના બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ઠાકોર લખેલું હોવાનું જણાય છે.


Tags :