Gujarat

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ સરહદ પર ખંગેલા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગુરૂવારે (25મી ડિસેમ્બર) મોડી રાતે એક ટ્રકચાલકે PI ઉમેશ ગાવિત પર પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી

Dahod News: દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ સરહદ પર ખંગેલા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) પર હુમલો થવાની ઘટના સામે આવી છે. ગુરૂવારે (25મી ડિસેમ્બર) મોડી રાતે એક ટ્રકચાલકે PI ઉમેશ ગાવિત પર પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય આરોપી ડ્રાઈવરની શોધખોળ ચાલુ છે.

જાણો શું છે સમગ્ર મામલો

દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત મોડી રાતે કતવારા પીઆઈ ઉમેશ ગાવિત અને તેમની ટીમ ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહી હતી. મધ્ય પ્રદેશ તરફથી આવતી ટ્રકને રોકવાનો ઈશારો કરતા ટ્રકચાલકે ગાડી ઊભી ન રાખી અને ભગાવવાનો પ્રયાસ કર્યો. જેને લઈને પીઆઈ અને તેમની ટીમે ગાડીનો પીછો કર્યો અને દોઢથી બે કિલોમીટર આગળ જઈને ગાડીને રોકી હતી. ટ્રકચાલકે નીચે ઉતારતા તેની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ટ્રકચાલકે પોલીસની પકડમાંથી છટકી ભાગવા લાગ્યો. પીઆઈએ તેનો પીછો કરતા અંધારાનો લાભ લઈ ટ્રક ચાલકે પીઆઈ પર પથ્થર વડે હુમલો કર્યો અને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી, બૂટલેગરોમાં મચી નાસભાગ

પીઆઈને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ

આ હુમલામાં પીઆઈને ઉમેશ ગાવિતને મોઢાના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પારખીને ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત દાહોદ ડિવિઝનના તમામ પોલીસ મથકોના અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો ખંગેલા ચેકપોસ્ટ પર પહોંચ્યો હતો.

પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા

ફરાર થયેલા મુખ્ય આરોપી ટ્રકચાલકને ઝડપી પાડવા માટે પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. પોલીસની સઘન કામગીરીના અંતે આ ઘટનામાં સંડોવાયેલા બે અન્ય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલ ઝડપાયેલા આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને ટ્રકચાલકને પકડવા માટે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.