દાંતામાં પોલીસ-ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambaji News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 45થી વધુ પોલીસ અને ફોરેસ્ટના કર્મીઓ અને અધિકારીઓ ઘાયલ થયા છે. ટોળા દ્વારા વન વિભાગની ગાડીઓને સળગાવી દેવાઈ છે. જણાવી દઈએ કે, વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને શનિવારે સ્થિતિ અત્યંત તંગ બની હતી.

મળતી માહિતી અનુસાર, પોલીસ અને ફોરેસ્ટની ટીમ પર પથ્થરો, તલવાર અને તીર-કામઠાથી પણ હુમલો કરાયો હતો. જેમાં PI આર બી. ગોહિલને PIને કાનના ભાગે તીર વાગતા બેભાન થયા હતા. હાલ PI સહિતના ઘાયલ કર્મીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસનો મોટો કાફલો પાડલીયા ગામે ખડકી દેવાયો છે.

45થી વધુ પોલીસ કર્મી અને ફોરેસ્ટ અધિકારી ઘાયલ
45 જેટલા પોલીસ કર્મી અને ફોરેસ્ટ કર્મીઓ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ સાથે સ્થાનિકો દ્વારા અધિકારીઓના વાહનોને આગચાંપી હોવાના અહેવાલ છે.














