Get The App

ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકીનું ટ્રેક્ટર નીચે કચડાઇ જતા મોત

ટ્રેક્ટર ચાલક સ્થળ પરથી ભાગી ગયો : પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
ન્યુ વી.આઇ.પી. રોડ પર  ઘર આંગણે  રમતી ૧ વર્ષની બાળકીનું  ટ્રેક્ટર નીચે  કચડાઇ જતા મોત 1 - image

વડોદરા,ન્યુ વી.આઇ.પી. રોડ પર ઘર આંગણે રમતી ૧ વર્ષની બાળકી ટ્રેક્ટરની ટ્રોલી નીચે કચડાઇ જતા તેનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યુ વી.આઇ.પી. રોડ ખોડિયાર નગર રોડ  પાસે  રાજુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧ વર્ષની બાળકી આજે બપોરે ઘર નજીક રમતી હતી. તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે રિવર્સ લેતા બાળકી ટ્રોલીની નીચે કચડાઇ જતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બાળકીને સારવાર માટે વારસિયા રિંગ રોડની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાંથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જતા સમયે જ મોત થયું હતું. અકસ્માત પછી ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર છોડીને ભાગી ગયો હતો. પરિવાર અને આજુબાજુના લોકો ઇજાગ્રસ્ત બાળકીની  સારવાર માટે દોડધામ કરતા હતા. તે દરમિયાન ટ્રેક્ટરનો માલિક ટ્રેક્ટર લઇને જતો રહ્યો હતો. પોલીસે ટ્રેક્ટરના નંબરના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને અહીંયા મજૂરી કામ કરતો હતો.