તરસાલીમાં મોબાઈલ ફોન ઉપર જુગાર રમાડનાર ઝડપાયો, 10 ફરાર
પીસીબી ટીમને બાતમી મળી હતી કે,તરસાલી ચીખોદ્રા રોડ ચર્ચ સામે વિરાઝ ઇલેકટ્રોમેક દુકાનની બહાર એક શખ્સ ઉભો છે અને તે પોતાના મોબાઇલ ઉપર આંક ફરકના આંકડાનો જુગાર રમાડે છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળે દરોડો પાડી મહોમંદસાકીર યાસીનભાઇ મલેક (રહે. સોનલ એપાર્ટમેન્ટ, તાંદલજાને ઝડપી પાડી કપુરાઇ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આંક ફરકના આંકડાનો જુગાર રમવા માટે આંકડા લખાવનાર અન્ય ૧૦ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ. ૧૬,૩૫૦/, કાર તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૫,૨૬,૩૫૦/- નો મુદામાલ કબજે કર્યો હતો.