Get The App

તા. 21 માર્ચે દિવસ-રાત સરખા, : તા. 21 જૂન સુધી દિવસ લાંબો થશે

Updated: Mar 17th, 2025

GS TEAM


Google News
Google News
તા. 21 માર્ચે દિવસ-રાત સરખા, : તા. 21 જૂન સુધી દિવસ લાંબો થશે 1 - image


ગુરૂવારે વસંત સંપાત અર્થાત્ સ્પ્રિન્ગ ઈક્વિનોક્સ  : આ વખતે ગરમી વહેલી આવી : સામાન્ય રીતે તા. 21 માર્ચ પછી તાપમાન વધતું જાય છે 

રાજકોટ, : આગામી ગુરૂવાર તા. 21 માર્ચે સૂર્ય વિષુવવૃતની ઉપર સીધા પ્રકાશ પાડશે જેના પગલે આ દિવસે દિવસ અને રાત્રિનો સમય લગભગ દેશભરમાં સરખો રહેશે. આ દિવસથી સતત ત્રણ માસ સુધી તા. 21જૂન સુધી હવે દિવસ લાંબો થતો જશે એટલે કે સૂર્યનો પ્રકાશ દિવસમાં વધુને વધુ સમય અનુભવાતો જશે.

વર્ષમાં બે દિવસ એવા આવે છે જ્યારે દિવસ રાત સરખા થાય, તા. 21 માર્ચ પછી તા. 21 સપ્ટેમ્બરે. જ્યારે આગામી તા. 21 જૂને દિવસ સૌથી લાંબો હોય છે અને તા. 21 ડિસેમ્બરે દિવસ સૌથી ટૂંકો અને રાત સૌથી લાંબી હોય છે.  આ સમયનું મહત્વ એ છે કે દિવસ એટલે કે સૂર્યપ્રકાશનો સમય વધવાની સાથે તા. 21 માર્ચથી ગરમી પણ વધે છે, કારણ કે પૃથ્વી સૂર્ય તરફ નમેલી હોય છે તેથી ભારત સહિત ઉત્તરગોળાર્થમાં ગરમી વધે છે અને આ વર્ષે તો પૃથ્વી પરના ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન સામાન્ય કરતા પણ ઘણુ ઉંચુ રહેવાનું પૂર્વાનુમાન જારી થયું છે. જોે કે આ વખતે તો માર્ચ માસમાં જ હીટવેવ શરૂ થઈ ગયા હતા.

Tags :