મોડી રાતે ખાણીપીણી માટે નીકળતા માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ, વડોદરાના ગોત્રીમાં લારીવાળા ઉપર ખુની હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં મોડી રાત્રે ખાણીપીણી માટે નીકળતા કેટલાક માથાભારે તત્વો દ્વારા ભયનો માહોલ સર્જવામાં આવતો હોવાના અગાઉ બનાવો બન્યા છે. જેમાં રેસ્ટોરન્ટમાં જમવાનું નહીં મળતા સુભાનપુરામાં ભાજપના એક આગેવાનના ભાઈ ઉપર પણ હુમલો થયો હતો. મુજમહુડામાં પણ લારીવાળા પર આવો જ હુમલો થયો હતો.
ગોત્રી વિસ્તારમાં હરીનગર ટાંકી પાસે ચાઈનીઝની લારી ઉપર મંચુરિયન રાઈસ ખાવા આવેલા ચાર જણાએ આવી જ રીતે જમવાનું બનાવનાર રાજેશ જોગદીયા ઉપર હુમલો કર્યો હતો.
ગદાપુરામાં રહેતો ગદી નામનો યુવક તેના મિત્રો કાળુ, નિલેશ અને રોશન સાથે મોડી રાત્રે જમવા માટે આવ્યો હતો. આ વખતે રાઈસ કેમ આટલો તીખો બનાવ્યો છે તેમ કહી તેણે ઝઘડો કર્યો હતો અને રાજેશને માર મારી ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોએ ખુરશીઓ પણ ફેંકી હતી અને પથ્થર તેમજ લાકડી વડે માર માર્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.









