Get The App

કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા

મહિલાના વાળ ખેંચી ઢસડી ઃ પતિ, પત્ની અને બે સંતાનો સામે ગુનો

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા 1 - image

વડોદરા, તા.28 વડોદરા નજીક ગોસીન્દ્રા ગામે રખડતા કૂતરાને રોટલી નાંખવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થતાં એક કુંટુંબે કરેલા હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગોસીન્દ્રા ગામે પરબડી ફળિયામાં રહેતા સંગીતા નરેન્દ્રભાઇ બારીયાએ તેમના સામેના મકાનમાં રહેતા દિપક મનુભાઇ પાવા, દક્ષાબેન દિપકભાઇ પાવા, નિલેશ દિપકભાઇ પાવા અને પ્રાંજલ દિપકભાઇ પાવા સામે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૬ના રોજ રાત્રે હું તેમજ પતિ અને નાનો પુત્ર જમવા બેઠા હતાં ત્યારે ઘરની બહાર ફળિયાના કૂતરા ઝઘડતા અમારા ઘરની બહાર પાણી ભરેલા વાસણો પર પડતા વાસણો પડી જતા પાણી ઢોળાયું હતું.

આ વખતે મારા પતિ ઘરની બહાર નીકળી કૂતરાઓને ભગાડતા હતા ત્યારે સામેના ઘરમાં રહેતો દિપક તેમજ તેની પત્ની અને સંતાનોએ બહાર આવીને તું કૂતરાઓને કટકો રોટલો નાંખતો નથી અને કૂતરાઓને કેમ મારે છે તેમ કહી ઝઘડો કરી માર માર્યો હતો. દરમિયાન હું તેમજ મારો પુત્ર ઘરની બહાર જતા મારા વાળ પકડીને ઘસડી હતી અને બચાવવા વચ્ચે પડેલા મારા પુત્રને પણ માર માર્યો હતો. દરમિયાન ફળિયાના લોકો ભેગા થઇ ગયા હતાં. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.