જામનગરમાં યુવતી અને તેના ભાઈ પર હુમલો : યુવતીનું ટીશર્ટ ફાડી નાખતા શખ્સ સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં ખંભાળીયા ગેઇટ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોતાના ઉપર અને પોતાના મોટાભાઈ ઉપર હુમલો કરી પોતાનું ટીશર્ટ ફાડી નાખવા અંગે રણજીતસાગર રોડ પર રહેતા એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં ખંભાળિયા ગેઇટ પાસે શિવ શક્તિ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતી સોનલબેન ચંદુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઉપર તેમજ પોતાના મોટાભાઈ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે, તેમજ પોતાનું ટીશર્ટ ફાડી નાખવા અંગે વસંત વાટીકામાં રહેતા મયુરભાઈ ચાંદ્રા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સોનલબેનના ભાઈ સાથે આરોપી મયુર ચાંદ્રાને અગાઉ તકરાર થઈ હતી, જેનું સમાધાન માટે આરોપી ધોકો લઈને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવ્યો હતો, અને બંનેને નીચે બોલાવ્યા બાદ આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.