Gujarat

જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર હુમલો : પિતરાઈ ભાઈ અને કાકા સામે પોલીસ ફરિયાદ

By GS TEAM
28 Oct 20251 min read
TukuTouch Logo
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા 22 વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા ઉપર ધોકા પાઈપ વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાવી

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા પિતા પુત્ર પર હુમલો : પિતરાઈ ભાઈ અને કાકા સામે પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતા દિનેશ ગિરધરભાઈ માતંગ નામના 22 વર્ષના દલિત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા ગિરધરભાઈ માતંગ ઉપર ધોકા પાઈપ વડે હુમલો કરી હાથ પગમાં ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ પિતરાઇભાઈ અને કાકા તથા જય ખેરાજભાઈ માતંગ, વિજય જયેશભાઈ માતંગ, અને ભાવેશ જયેશભાઈ માતંગ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દિનેશભાઈના દાદીમાં પડી જતાં તેમના જ કુટંબીજનોએ તમે લોકોએ જ દાદીમાને પછાડીને ઇજાગ્રસ્ત બનાવ્યા છે, તેવો આરોપ લગાવીને મારકુટ કરી હોવાથી મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે.