એન્જિનિયરિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ બાદ યુવાનનું બ્લેકમેલિંગ
સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયા બાદ છ માસ સાથે રહ્યો અને બિહાર ભાગી ગયો
વડોદરા, તા.12 વોઘાડિયા તાલુકાના એક ગામમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થિની સાથે સોશિયલ મીડિયા પર સંપર્ક થયા બાદ પરપ્રાંતિય યુવાન તેની સાથે છ માસ રહીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવાને અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા આખરે વિદ્યાર્થિનીએ પોલીસનો આશરો લીધો હતો.
એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા મારો સંપર્ક પ્રિયાંશુ ઉર્ફે હર્ષ કૌશિકભાઇ પાંડે (રહે.હરપુર રેવાડી, જિલ્લો સમસ્તીપુર, બિહાર) સાથે થયો હતો. બાદમાં અમે બંને ઓક્ટોબર-૨૦૨૪થી ભાડાના મકાનમાં સાથે રહેતા હતાં. આ સમય દરમિયાન હર્ષે અવારનવાર મારા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
છ મહિના સાથે રહ્યા બાદ પ્રિયાંશુ તેના વતન જતો રહ્યો હતો અને મને જાણ થઇ કે તે માત્ર આઇટીઆઇ ભણેલો તેમજ ખાનગી કંપનીમાં કરતો હતો. બાદમાં મે તેની સાથે સંપર્કો બંધ કરી દેતા તે અંગળ પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતો હતો. તેની આ માંગણીથી મને આપઘાતના વિચારો આવતા હતાં. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે પ્રિયાંશુ ઉર્ફે હર્ષ પાંડેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.