Gujarat

ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા

By GS TEAM
18 Oct 20251 min read
ભ્રષ્ટાચાર, નાણાંકીય ગેરરીતીના આરોપ હેઠળ AMC ના નવ અધિકારી-કર્મચારી એક જ દિવસમાં સસ્પેન્ડ કરાયા


અમદાવાદ,શુક્રવાર,17 ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર,નાણાંકીય ગેરરીતી સહીતના અન્ય આરોપ હેઠળ ગુરુવારે એક જ દિવસમાં નવ અધિકારી અને કર્મચારીને સસ્પેન્ડ કરવા મ્યુનિસિપલ કમિશનરે ઓર્ડર કર્યો હતો. ૧ એપ્રિલથી ૧૭ ઓકટોબર-૨૫ સુધીના  છ મહીનાના સમયમાં વિજિલન્સ તપાસ પછી વિવિધ વિભાગમા ફરજ બજાવતા ૨૨ અધિકારી- કર્મચારીને સસ્પેન્શન ઉપર ઉતારવામા આવ્યા છે.

કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો હોવાની ફરિયાદો પછી નાણાંકીય  ગેરરીતી ઉપરાંત અપ્રમાણસર મિલકત, નોકરીમાં અનિયમિતતા સહીતની અન્ય  ફરિયાદોને લઈ કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા આક્ષેપિત  અધિકારી કે કર્મચારી સામે તપાસ કરી મ્યુનિસિપલ કમિશનર તરફ જે તે અધિકારી કે કર્મચારી સામે કરવામા આવેલી વિજિલન્સ તપાસનો રીપોર્ટ અંતિમ નિર્ણય માટે મોકલવામા આવતો હોય છે.મ્યુનિસિપલ કમિશનરના હુકમથી આક્ષેપ પુરવાર થયેલા અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરાતા હોય છે.

સસ્પેન્ડ કરાયેલા કર્મચારી-અધિકારી કોણ-કોણ?

નામ            વિભાગ

રાજેશ ચૌહાણ   સી.એન.સી.ડી.

નસીરુદ્દીન રવૈયા   એસ્ટેટ

ઉમેશ વેગડા        હેલ્થ

ગોપાલ કાનજીભાઈ ઈજનેર

જીતેન્દ્ર અરવિંદભાઈ ઈજનેર

સોહન મોતીભાઈ   ઈજનેર

જગદીશ ભીખાભાઈ ઈજનેર

વિનોદ ઈશ્વરભાઈ ઈજનેર

જિજ્ઞોશ શાહ        એસ્ટેટ

મુદ્દસર નઝર શેખ ઈજનેર

સંતોષબેન પટેલ  એલ.જી.હોસ્પિટલ

કેતન  જે રામી એસ્ટેટ

દુષ્યંતકુમાર સુથાર  ટેકસ

મયંક બોદાર      સી.એન.સી.ડી.

મિલન રબારી   સી.એન.સી.ડી.

ભુપતસિંહ માલીવાડ એસ.આર.પી.

રવિન્દ્રસિંહ ચાવડા એસ.આર.પી.

કુલદીપસિંહ પરમાર એસ.આર.પી.

અરવિંદ ઠાકોર એસ.આર.પી.

કમલેશ મકવાણા એસ.આર.પી.

પ્રવિણ ડોરીયા એસ.આર.પી.

બિપીન કાનાણી એસ.આર.પી.