જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પ્રૌઢ મહિલા પર હુમલો : બે મહિલા સહિત ચાર સામે હુમલાની ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા શકુરાબેન ઇસ્માઈલભાઈ ગજીયા નામના 50 વર્ષના વાઘેર મહિલાએ પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા જિકરભાઈ વાઘેર, હવાબાઈ, અને જીકરભાઈના ભાઈ તથા બહેન વગેરે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા છે, અને માથામાં ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની પુત્રી રીસામણે બેઠી હોય, અને આરોપી તેના જમાઈના સંબંધી થતા હોય, જેઓએ તકરાર કરીને હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.