એમ.એસ યુનિવર્સિટી હોસ્ટેલ પાસે ઉભેલા નવાયાર્ડ વિસ્તારમાં રહેતા યુવક પર હુમલો
Vadodara Crime : વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતો યુવક એમએસ યુનિવર્સિટીના બોયસ હોસ્ટેલ પાસે ઉભો હતો ત્યારે 50 જેટલા લોકોએ તેની સાથે ઝઘડો કર્યા બાદ તેના પર લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો પણ હતો. જોકે આ બનાવમાં સમાધાન થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા સરસ્વતી નગરમાં રહેતા 20 વર્ષીય સોયેબ અખ્તર હુસેન મલેક 21 ઓગસ્ટના રોજ રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં એમ.એસ.યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલની સામે ઉભો હતો. તે દરમિયાન પ્રમોદ રાજપૂત સહિતના લોકો યુવક પાસે ધસી આવ્યા હતા અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. દરમ્યાન યુવકે તેની સાથે ઝઘડો નહીં કરવાનું કહેતા 50 વ્યક્તિએ તેના પર લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સોએબ મલેકને સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ જોકે આ સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી અને સમાધાન થઈ ગયું છે.