Get The App

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું થયું

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખીને સુમરા યુવાન પર ઘાતક હુમલો: પોલીસ તંત્ર દોડતું થયું 1 - image

જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે એક સુમરા યુવાન પર હુમલો કરાયો હતો. ચારથી પાંચ શખ્સો તૂટી પડ્યા હતા. જેથી ભારે અફરાતફરી સર્જાઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે પોલીસ તંત્ર દોડતું થયું હતું.

આ બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી પાંચ હાટડી વિસ્તારમાં ગત રાત્રે ઓસમાણ ખફી (જાતે:સુમરા) નામના વ્યક્તિ પર 4 થી 5 અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ-ધોકા વડે ઘાતક હુમલો કર્યો હતો. ત્યારબાદ, ઇજાગસ્ત ઓસમાણભાઇને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતા જ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ તાત્કાલિક પાંચ હાટડી વિસ્તારમાં પહોંચીને સમગ્ર વિસ્તારમાં હોટલ, ખાણી પીણી ની લારીઓ, ચા-પાનના ગલ્લા સહિત તમામને બંધ કરાવીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

ઇજાગસ્ત ઓસમાણ સુમરાને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને ત્યાં તેની સધન સારવાર ચાલી રહી છે. સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઇ છે.