Gujarat

જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો

By GS TEAM
16 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જીલ્લાના લાલપુરના સામે કાંઠે વિસ્તારમાં આવેલ કાઠીયાવાડી હોટલ નજીક સૈયદ આબીદહુસૈન નામના ૨૭ વર્ષીય યુવાન પર પ્રેમલગ્નનો ખાર રાખીને ત્રણ થી ચાર શખ્સો દ્વારા ધોકા-પાઇપ-છરી વડે હીંચકારો હુમલા કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જીલ્લાના લાલપુરમાં પ્રેમલગ્નનો ખાર રાખીને એક યુવાન પર હીંચકારો હુમલો

જામનગર જીલ્લાના લાલપુરના સામે કાંઠે વિસ્તારમાં આવેલ કાઠીયાવાડી હોટલ નજીક સૈયદ આબીદહુસૈન નામના ૨૭ વર્ષીય યુવાન પર પ્રેમલગ્નનો ખાર રાખીને ત્રણ થી ચાર શખ્સો દ્વારા ધોકા-પાઇપ-છરી વડે હીંચકારો હુમલા કર્યો હતો.

ત્યારબાદ, ઇજાગસ્ત આબીદહુસૈનને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. આ બનાવની જાણ થતાં લાલપુર ની પોલીસ ટુકડી બનાવના સ્થળ અને જી.જી.હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રેમલગ્નનો ખાર રાખીને આ હુમલો કરાયાનું જાણવા મળી રહ્યું છે. જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરાઇ છે.