જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા માછીમાર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો: ત્રણ સામે ફરિયાદ
જામનગરમાં ગુલાબ નગર નજીક રવિ પાર્કમાં રહેતા અને માછીમારી કરતા ઇબ્રાહીમ અકબરભાઈ નામના 34 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર લાકડી વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે રામવાડી વિસ્તારમાં રહેતા રાહુલ ગોસાઈ, શાહરૂખ બસીર જામ, તેમજ સમીર રફીક જામ સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઈબ્રાહિમ વાઘેર પાસે આરોપી રાહુલ ગોસાઈ વગેરે પૈસા માંગતા હતા. જેની ઉઘરાણી કરવા જતાં હાલમાં પોતાની પાસે પૈસાની સગવડ ન હોવાથી પછી આપવાનું જણાવતાં ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.