Get The App

જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ

Updated: Mar 6th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં 17 વર્ષિય તરૂણ પર હુમલો : પાડોશી સહિત 3 સામે પોલીસ ફરિયાદ 1 - image

Jamnagar Crime : જામનગરમાં વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા નિખિલ હમીરભાઇ મકવાણા નામના 17 વર્ષના તરૂણ ઉપર તે જ વિસ્તારમાં રહેતા નિખિલભાઇ ગોંદીયાએ તેના બે સાગરીતોની મદદથી ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત  હુમલાખોર આરોપીના ઘર પાસેથી પસાર થતો હતો, ત્યારે તેના ઘર ઉપર કોઈએ પથ્થર માર્યો હતો, તે પથ્થર નીખિલે ફેંક્યો હોવાનું કારણ આપીને તેના ઉપર હુમલો કરાયો હતો. જે બનાવની નિખિલની માતા પૂનમબેન મકવાણાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.