જામનગર પાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં ઓનલાઇનની ટેન્ડર પ્રક્રિયા બાદ આજે ઓફ લાઇન ટેન્ડર ખોલાયા
Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં આગામી શ્રાવણ માસના 15 દિવસ માટેના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા ગત 22મી તારીખે હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ આજે બાકી વધેલા 43 પ્લોટ માટેની ઓફલાઈનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે, જેમાં પણ મહાનગરપાલિકાને સારી આવક થઈ રહી છે.
મશીન મનોરંજનના 6 પ્લોટ તેમજ આઈસ્ક્રીમ બુથના 2 પ્લોટ માટેની ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, અને તેમાં મહાનગરપાલિકાને 94 લાખની આવક થઈ હતી.
બાકીના અન્ય નાના-મોટા પ્લોટ કે જેની હરરાજી ઓફલાઈન કરવામાં આવી છે, અને તેના ટેન્ડર આજે મહાનગરપાલિકાની કચેરીમાં સર્વે ધંધાર્થીઓની હાજરીમાં ખોલવામાં આવી રહ્યા છે, જેમાં પણ સારી આવક થઈ રહી છે.