Get The App

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત, 13 એપ્રિલે લેવાશે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત, 13 એપ્રિલે લેવાશે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 1 - image


ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે કસોટી પૂર્ણ થતાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની વિગતો જાહેર કરી હતી. ત્યારબાદ હવે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે.

એક જ દિવસે લેવાશે પેપર 1-2ની લેખિત પરીક્ષા

ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, 'બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા  આગામી તારીખ 13 એપ્રિલ 2025(રવિવાર)ના રોજ યોજાશે. પેપર-1 (3 કલાક) અને પેપર-2(3 કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ લેવી.

બિન હથિયારી PSIની શારીરિક કસોટીનું પરિણામ અને લેખિત પરીક્ષા અંગેની માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb.gujarat.gov.in પર પરિણામ જાહેર કરાયું હતું. આ જ વેબસાઇટ પર લેખિત પરીક્ષા અંગેની પણ નોટિફિકેશન જાહેર કરાઈ છે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબતે સત્તાવાર જાહેરાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત, 13 એપ્રિલે લેવાશે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 2 - imageગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત, 13 એપ્રિલે લેવાશે બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા 3 - image

Tags :