વડોદરામાં વુડા ભવનના બીજા માળે ખુલ્લી જગ્યામાં રૂ.1.40 કરોડના ખર્ચે ઓફિસો બનાવાશે
Vadodara : વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા)ના બીજા માળે ઓપન ટેરસની જગ્યાએ ઓફિસો બનાવવા માટે ઉપયોગ કરીને બીજા માળનું વિસ્તરણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરી વિકાસ સત્તા મંડળ (વુડા) ભવનના બીજા માળે આવેલી ઓપન ટેરેસની જગ્યાએ ઓફિસો બનાવવા માટે ઉપયોગ કરીને બીજા માળનું વિસ્તરણ કરવા માટે 1.40 કરોડનો ખર્ચ જીએસટી સાથે કરાશે. આ અંગેની તમામ સત્તા મુખ્ય કારોબારી અધિકારી પાસે રહેશે.