તુલસીશ્યામની આરતીમાં રોજ ચઢાવોઃ દોઢ સૈકાની પરંપરા
ત્રાકુડાના પરિવારે વડવાઓનો નિર્ણય આગળ ધપાવ્યો : અગાઉ રોજ 1 રૂપિયાથી શરૂ થયેલો ક્રમ હવે રોંજીદા માં રૂા. 365 સુધી પહોંચતાં સેવામાં પ્રદાન
રાજુલા, : તુલસીશ્યામની આરતીમાં 150 વર્ષથી રોજના એક રૂપિયો અર્પણ કરતા રાજુલા નજીકના ત્રાકુડા ગામના દુધાત પરિવારે હવે રોજ 365 રૂપિયા અર્પણ કરવાનું રાખીને પોતાના વડવાઓનો ક્રમ આગળ ધપાવ્યો છે.
તુલસીશ્યામ મધ્ય ગીરમાં ભગવાન શ્યામના બેસણા છે અને અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે. સમગ્ર બાબરીયા વાડમાંથી કાઠી સમાજ અન્ય સમાજ ટહેલ આપી પૈસા અને અનાજ ગામો ગામથી અર્પણ કરે છે. અહીંથી કોઈ દર્શનાર્થી ક્યારેય ભૂખ્યો જતો નથી. આ સંદર્ભે ખાંભા તાલુકાના ત્રાકુડા ગામના ખેડૂત પટેલ પરિવારમાં શ્રધ્ધાની આજથી 150 વર્ષ પહેલાની વાત વર્ણવતા ત્રાકુડા ગામના કહ્યું હતું કે, તેમના વડવા કરસનબાપા દુધાત દરરોજ ભગવાન શ્યામની આરતીમાં એક રૂપિયો અર્પણ કરતા હતા અને પ્રતિ વર્ષે 365 રૂપિયા થતા હતા. થોડા સમય પહેલાં એ ક્રમ બંધ થયો હતો, જે પછી કરસન બાપાના વંશના હિંમતભાઈએ યથાશક્તિ હશે ત્યાં સુધી દરરોજના તુલસીશ્યામ ભગવાન શ્રીકૃષ્ણની આરતીમાં રૂપિયા 365 એટલે વર્ષે એક લાખ ચોત્રીસ હજાર પ્રતિ વર્ષેના ધરવાનું શરૂ કર્યું છે અને 1 લાખ 36 હજાર અર્પણ કર્યા છે