કર્મચારીઓ અને ગ્રાહકોની માહિતી છુપાવનાર ગેંડા સર્કલ પાસેના સ્પા એન્ડ હોટલના સંચાલકની ધરપકડ
વડોદરાઃ ગેંડા સર્કલ વિસ્તારમાં સ્પા એન્ડ હોટલ ચલાવતા સંચાલકની જાહેરનામાના ભંગ બદલ ગોરવા પોલીસે ધરપકડ કરી છે.
સારાભાઇ કેમ્પસમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં આવેલા વિનસ હોટલ એન્ડ સ્પા ખાતે ગોરવા પોલીસે તપાસ કરતાં સંચાલક દ્વારા સ્પામાં કામ કરતી આઠ યુવતી અને એક પુરૃષ કર્મચારીની વિગતો પોલીસમાં નોંધાવી નહિ હોવાનું જાણવા મળ્યું હતું.
આવી જ રીતે હોટલમાં આવતા ગ્રાહકોનું પણ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતું નહતું.જેથી ગોરવાના પીઆઇએ સંચાલક પ્રશાંત વઝુભાઇ રાઠોડ(શ્યામ સેફાયર, નિલામ્બર સર્કલ પાસે,ગોત્રી મૂળ રહે.દુધાણી ગામ,કોડીનાર)સામે જાહેરનામાના ભંગ બદલ બે ગુના નોંધી ધરપકડ કરી હતી.