Get The App

રણોલીના જિ.પં.ના ભાજપના સભ્ય અને તેના ભાઇએ 50 લાખની ખંડણી માંગી ધમકી આપી

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
રણોલીના જિ.પં.ના ભાજપના સભ્ય અને તેના ભાઇએ 50 લાખની ખંડણી માંગી ધમકી આપી 1 - image

 વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના રણોલીના ભાજપના સદસ્ય અને તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ જયેશ પટેલ અને તેના ભાઇ સામે ધમકી અને ૫૦ લાખની ખંડણીની ફરિયાદ નોંધાઇ છે.

રણોલીની જયંત એગ્રો કંપનીમાં લીગલ વિભાગ સંભાળતા યોગેશચંદ્ર દુબેએ પોલીસને કહ્યું છે કે,અમારી કંપનીમાં મિનેષ જયંતિભાઇ પટેલ(ટાવર વાળું ફળિયું,રણોલી) અનિયમિત આવતો હતો અને મફતમાં પગાર લેતો હતો. તેની પત્ની સરપંચ હોવાથી અને ભાઇ જયેશ  જયંતિભાઇ પટેલ તાલુકા પંચાયતનો પૂર્વ ઉપપ્રમુખ અને હાલમાં રણોલી બેઠકનો જિલ્લા પંચાયતનો સદસ્ય હોવાથી રાજકીય વગને કારણે ધાકધમકી આપતો હતો.

ફરિયાદમાં કહ્યું છે કે,મિનેષ અને તેના ભાઇ જયેશ ધાકધમકી આપતા હોવાથી અને મીડિયાને લઇ કંપની પર આવવાનું કહેતા હોવાથી અધિકારીઓ તેમના દબાણને વશ થતા હતા.મિનેષને કામ વગર કુલ ૧૯ લાખ જેટલો પગાર ચૂકવી દીધો હતો.આખરે તેને કાઢી મૂકી કોન્ટ્રાક્ટ પર લેતાં તેણે ફરીથી ધમકીઓ આપવાનું ચાલુ કર્યું હતું.જે પૈકી કેટલીક ધમકીનું રેકોર્ડિંગ  પણ કરાયું છે.

મિનેષે કંપનીના અધિકારીઓને જોઇ લેવાની ધમકીઓ આપી ૫૦ લાખની ખંડણી માગી હતી.જ્યારે તેના ભાઇ જયેશે બહારથી માણસો બોલાવીને ટાંટિયા તોડાવી નાંખવાની ધમકી આપી હતી.જેથી ઉપરોક્ત ફરિયાદને પગલે જવાહરનગર પોલીસે બંને ભાઇઓ સામે ગુનો નોંધ્યો છે.