Gujarat
કાર ભાડે લીધા બાદ ફરાર થઇ ગયેલા યુવક સામે પોલીસ ફરિયાદ
By GS TEAM
8 Apr 20261 min read

વડોદરાઃ ગોરવાના ઓમ ફ્લેટમાં રહેતા અને એલેમ્બિક ફાર્મામાં ફરજ બજાવતા પ્રહલાદ બલદાનિયાએ પોલીસને કહ્યું છે કે,મારી પાસેની કારનો ઉપયોગ ના કરું ત્યારે ઝૂમ એપ મારફતે ભાડે આપુ છું.જેને આધારે ગઇ તા.૧૭મી માર્ચે કૃણાલ અંબાલાલ સોલંકી (ફતેપુરા,ભાંડવાડા)એ એક દિવસ માટે કાર બુક કરાવી રૃ.૨૬૦૦ ભાડું નક્કી કરી રૃ.૧૫૦૦ ચૂકવ્યા હતા.પરંતુ બીજા દિવસે કાર પરત નહિ કરતાં જીપીએસથી લોકેશન જોતાં કાર ગોધરા રોડ પર હતી.
જેથી તેને ફોન કરીને કાર આપી જવા કહેતાં કૃણાલે દાહોદ સાસરીમાં જઇને આપી જઇશ તેમ કહ્યું હતું.જેના બદલામાં વધારાનું ભાડું આપવાની વાત કરી હતી.પરંતુ તેણે કાર પરત કરી નહતી અને મધ્યપ્રદેશમાં છેલ્લું લોકેશન દેખાયું હતું.જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.









