Get The App

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું 1 - image


મદાર ગેસ સવસ દુકાનમાં ગોરખધંધો ચાલતો હતો

મામલતદારની ટીમે ગેસની બોટલો સહિત ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી

વિરમગામ -  ગરીબોને ઘરેલું ગેસના બાટલા મળતા નથી ત્યાં વિરમગામમાં જુમ્મા મસ્જિદ પાસે પોલીસની ટીમે દરોડા પાડીને ગેર કાયદે રીતે ઘરેલું ગેસમાંથી કોમશયલ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતું. તંત્રની ટીમે દુકાનમાંથી ગેસ રિફિલિંગના સાધનો અને કુલ ૧૨થી વધુ ઘરેલું અને કોમશયલ ગેસના બાટલા સહિત આરોપીની ધરપકડ કરી હતી.

વિરમગામ ટાઉન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જુમ્મા મસ્જિદ પાસે આવેલી મદાર ગેસ સવસની દુકાનમાં ગેરકાયદે રીતે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના સિલિન્ડર રિફિલિંગનો ગોરખધંધો કરવામાં આવે છે અને કોમશયલ તથા ઘરગથ્થુ ગેસના બાટલા ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસની ટીમે રેઈડ કરતા ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવતા વિરમગામ મામલતદાર તથા અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીને સ્થળ ઉપર પરીક્ષણ અર્થે બોલાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવતા ગેસની નાની મોટી ૧૨થી વધુ બોટલો, ઇલેક્ટ્રીક વજન કાંટો, ગેસ રીફીલના સાધનો મળી કુલ રૃપિયા ૪૨,૭૧૧ના મુદ્દામાલ કબજે કરી આરોપી મહંમદ સોએબ ગુલામ મુસ્તુફા મદારને ઝડપી પાડી આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ મુજબ ગુનો નોંધી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Tags :