સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ

બાંટવા પોલીસે ચર્ચાસ્પદ દુષ્કર્મ મામલે તપાસ આદરી
પીડિતાની માતાએ માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરી હતી, કોની શું ભૂમિકા હતી તે દિશામાં પોલીસ તપાસ
મૂળ બાંટવાના અને હાલ જૂનાગઢ રહેતા વિશાલ વલ્લભભાઈ કુવરદાએ એક સગીરા પર તા.પ-૧-ર૦ર૪થી તા.ર૪-૭-ર૦રપના સમયગાળા દરમ્યાન દુષ્કર્મ આચર્યું હોવાની સગીરાની માતાએ બાંટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં સગીરાની માતાએ વિશાલની બહેન સંગીતાબેન, માતા સવિતાબેન, મિત્ર જય મોઢવાડીયા, ભાવેશ રાજપુત, શની સમોસાવાળો અને જૂનાગઢના નોટરી સંજયભાઈ રાઠોડના નામ આપ્યા છે.
આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર સગીરાના માતાએ માનવ અધિકાર પંચ સમક્ષ દુષ્કર્મ અંગેની ફરિયાદ કરી હતી. આ અંગેનું માનવ અધિકાર પંચમાં હિયરીંગ થતા અરજીમાં જે નામ લખાવે તે મુજબ પોલીસે ગુનો દાખલ કરવા આદેશ થયો હતો. આ આદેશ મુજબ સગીરાની માતાએ ફરિયાદ આપી તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સગીરા પર દુષ્કર્મ થયું ત્યારે તેમના મિત્ર, માતા, બહેન સહિતનાઓએ સગીરાને ફોસલાવવામાં મદદગારી કરી હોય તથા જૂનાગઢના નોટરીએ લગ્ન કરાવવા અંગે કોઈપણ રીતે મદદગારી કરી હોવાનો આક્ષેપ છે. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરી કોની શું-શું ભૂમિકા છે તે નક્કી કરાશે.