વડોદરા,આજવા રોડ તથા સમા વિસ્તારની પરિણીતાઓએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવા રોડ સયાજીપુરા ગામની સામે ગિરિરાજ એવન્યુમાં રહેતા ૩૪ વર્ષના અલકાબેન વિનીતકુમાર ચૌધરી ઘરકામ કરે છે. તેમના પતિ ઇલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ગઇકાલે તેમના પતિ મિત્રો સાથે શોપિંગ કરવા માટે ગયા હતા. તેઓ પરત ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. બાલ્કનીમાંથી ઘરની અંદર જઇને જોતા તેમના પત્નીએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે કપુરાઇ પોલીસે તપાસ હાથ ધરી છે. આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.
જ્યારે અન્ય એક બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સમા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની પરિણીતાની છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીની દવા ચાલતી હતી. આજે સવારે તેમણે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું કારણ હજી જાણી શકાયું નથી.


