Get The App

વાગડમાં છરીની અણીએ પરિણીતા સાથે બળાત્કાર

Updated: Jan 11th, 2025

GS TEAM

Google News
Google News
વાગડમાં છરીની અણીએ પરિણીતા સાથે બળાત્કાર 1 - image

કારમાં લઇ જઈ શખ્સે ચાર વખત મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યો 

ગાંધીધામ : રાપરમાં રહેતા શખ્સે કિડીયાનગર રહેતી પરણિતાને છરી બતાડી મારી નાખવાની ધમકી આપી પરણિતા સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યો હતો અને થોડા દિવસ બાદ પરણિતાને તેના અઢી વર્ષનાં બાળક સાથે પોતાના કબ્જાની કારમાં અપહરણ કરી લઇ જઈ અલગ અલગ જગ્યા પર ચાર વખત પરણિતા પર બળાત્કાર ગુજારતા શખ્સ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. 

રાપરનાં કિડીયાનગરમાં રહેતી પરણિતાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, રાપરનાં નાની રવમાં રહેતો આરોપી ખોડાભાઈ પાંચાભાઈ રબારીએ ભોગ બનનાર પરણિતાને છરી બતાડી મારી નાખવાની ધમકી આપી અને રાપરનાં રવેચીનગરમાં આવેલા પોતાના ભાઈનાં મકાન નજીક વાડામાં ભોગ બનનારને લઇ જઈ ગત ૨૮ ડિસેમ્બરનાં તેની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક પરણિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.તેમજ ગત ૪ જાન્યુઆરીનાં આરોપીએ પરણીતાને તેના અઢી વર્ષના દિકરા સાથે અપહરણ કરી પોતાની કબ્જાની કારમાં લઇ જઈ અલગ અલગ જગ્યાએ સતત ચાર દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.