Gujarat

અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત

By GS TEAM
27 May 20261 min read
અસાધ્ય બીમારીથી ટેન્શનમાં આવેલા યુવકનો આપઘાત

વડોદરા,અસાધ્ય બીમારીના કારણે ટેન્શનમાં આવેલા ૩૯ વર્ષના યુવકે ગઇકાલે રાત્રે ગળા ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બિલ ગામમાં રહેતા અને મકરપુરા જી.આઇ.ડી.સી.ની ફેક્ટરીમાં નોકરી કરતા સંદિપ  પટેલ (ઉં.વ.૩૯) ને અસાધ્ય બીમારી થઇ હતી. જે અંગે તેમણે પિતાને જાણ  કરતા પિતાએ આશ્વાસન  પણ આપ્યું હતુ. તેમછતાં તેઓ ટેન્શનમાં રહેતા હતા.ગઇકાલે સંદિપભાઇ તેમના પત્ની અને સંતાન સાથે સૂઇ ગયા હતા. સવારે તેમના પત્ની જાગ્યા ત્યારે જોયું તો પતિએ ગળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.